ચાણક્ય નીતિ મુદાઓ

 #૧ નિર્બલ રાજાએ તરત સંધિ કરવી જોઇએ

#૨ પાડોશી રજ્યો હંમેશાં તેના સ્વભાવથી દુશ્મન બની જાય છે
#૩ કોઇ એક ચોક્કસ ઇરાદાથી જ દુશ્મન મિત્ર બનવા આવે છે
#૪ દેવું, દુશ્મન અને રોગ જડમૂળથી નાબૂદ કરી દેવા જોઇએ
#૫ જગંલમાં લાગેલી આગ ચંદનના ઝાડને પણ સળાગાવી દે છે એટલે કે દુષ્ટ વ્યક્તિ ગમે ત્યારે કોઇનું પણ અહિત કરી શકે છે
#૬ સંકટમાં માત્ર અને માત્ર બુદ્ધિ જ કામમાં આવે છે
#૭ લોખંડને લોખંડથી જ કાપવું જોઇએ
#૮ જો માતા દુષ્ટ હોય તો તેનો પણ ત્યાગ કરવો જોઇએ
#૯ જો સ્વયંના હાથથી જ વિષ ફેલાય રહ્યું હોય તો તેને પણ કાપી નાખવો જોઇએ
#૧૦ સાંપને દૂધ પીવડાવવાથી તેમાનામાં ઝેર જ વધે છે અમૃત નહી


#૧૧ કાબૂમાં ન હોય તેવી ગાય પણ ૧૦૦ કુતરાઓ કરતા વધારે શ્રેષ્ઠ છે. એટલે કે વિપરીત સ્વાભાવનો પરમ હિતૈષી વ્યક્તિ પણ ૧૦૦ ચાપલૂસ કરો કરતા શ્રેષ્ઠ છે.
#૧૨ દુશ્મનની દુર્બલતા ન જાણી લો ત્યાં સુધી એને મિત્ર બનાવી રાખો
#૧૩ સિંહ ભૂખ્યો હોય છતાં પણ તે ઘાસ ખાતો નથી
#૧૪ એક જ દેશના બે જુદા-જુદા દુશ્મન એક બીજાના મિત્રો હોય છે
#૧૫ કટોકટીકાળમાં પ્રેમ અને સાથ આપનાર વ્યક્તિ જ મિત્ર હોય છે
#૧૬ સંતોષ સૌથી મોટું ધન છે
#૧૭ વિદ્યા જ નિર્ધન વ્યક્તિનું સૌથી મોટું ધન છે. વિદ્યાને ચોર પણ ચોરી શકતો નથી
#૧૮ દુશ્મનોના સારા ગુણોને પણ અપનાવવા જોઇએ
#૧૯ પોતાના લક્ષ્યપ્રાપ્તિ માટે ક્યારેય કોઇ દુશ્મનની મદદ ન લો અને મદદ ન કરો
#૨૦ આળસુ માણસનું વર્તમાન અને ભવિષ્ય સારું હોતું નથી

Chanakya thoughts in Gujarati

#૨૧ ચંચલ ચિતવાળા વ્યક્તિ ક્યારેય કાર્ય સમાપ્ત કરી શકતા નથી એટલે પહેલા નિશ્ચય કરો અને પછી કાર્યની શરૂઆત કરો
#૨૨ ભાગ્ય પૂરૂષાર્થની પાછળ પાછળ ચાલે છે. અર્થ, ધર્મ અને કર્મનો આધાર છે. દુશ્મન દંડનીતિને જ યોગ્ય છે
#૨૩ આગમાં ઘી ન નાખવું જોઇએ એટલે કે ક્રોધિત વ્યક્તિને વધારે ક્રોધ ન અપાવવો જોઇએ.
#૨૪ મનુષ્યની વાણી જ વિષ અને અમૃતની ખાણ છે.
#૨૫ દૃષ્ટની મિત્રતા કરતા શત્રુની મિત્રતા વધુ સારી
#૨૬ દૂધ માટે હાથણી પાળવાની જરૂર નથી અથાર્ત જરૂરિયાત પૂરતા સાધનો વસાવવા જોઇએ
#૨૭ મુશ્કેલ સમય માટે ધનની રક્ષા કરવી જોઇએ
#૨૮ સુખનો આધાર ધર્મ છે, ધર્મનો આધાર અર્થ અથાર્ત ધન છે અને અર્થનો આધાર રાજ્ય છે
#૨૯ વિચાર અથવા મંત્રણાને ગુપ્ત ન રાખવાથી કાર્ય નષ્ટ થઈ જાય છે.
#૩૦ દુર્બલ સાથે સંધિ ન કરો, ઠંડુ પડેલું લોખંડ બીજા લોખંડ સાથે જોડાઇ શકતું નથી
#૩૧ શત્રુના પ્રયત્નોની સમીક્ષા કરતા રહેવું જોઇએ

Chanakya Motivational Thoughts in Gujarati

#૩૨ આત્મરક્ષા જ સૌથી મોટી રક્ષા છે, આત્મ સમાનના હનનથી વિકાસનો વિનાશ થઈ જાય છે.
#૩૩ નિર્બલ રાજાની આજ્ઞાનું પણ હંમેશાં પાલન કરવું જોઇએ કેમ કે અગ્નિમાં દુર્બળતા નથી હોતી
#૩૪ ઉપાયથી બધા જ કાર્ય પૂર્ણ થઈ શકે છે, કોઇ પણ કાર્ય મુશ્કેલ હોતુ નથી
#૩૫ સમયને સમજનાર વ્યક્તિનું કાર્ય સિદ્ધ થાય છે
#૩૬ પરીક્ષા કરવાથી લક્ષ્મી પણ સ્થિર રહે છે
#૩૭ ઉત્સાહીન વ્યક્તિનું ભાગ્ય અંઘકારમય થઈ જાય છે

Comments

Popular Posts