વાદવિવાદ
વાદ વિવાદ સૌ કરતા રહી ગયા.
હોંશે હોંશે સૌ લડતા રહી ગયા.
ઈચ્છાઓ સૌ ની અમર બની ગઈ,
ને પોતે ક્ષણે ક્ષણે મરતા રહી ગયા.
જાણે અજાણે કર્યુ ખરાબ ઘણું,
પરિણામ મેળવી કપરુ હરકોઈ ડરતા રહી ગયા.
જીવનને મન ખોલી જીવવામાં મજા આવે,
પણ, લોકો રમત સમજી, રમતા રહી ગયા.
પ્રેમમાં પડીએ તો, લાગણીઓમાં તરવાની કળા જોઈએ,
પણ લોકો અહમથી વિકલાંગ બની, ડૂબતા રહી ગયા.
હોય મક્કમ મનોબળ તો, કોઈ પણ રમત રમી લેવાશે.
નઈ હોય આત્મવિશ્વાસ તો, જીતથી પણ હાથતાળી અપાશે.
પ્રેમ ફેલાવો હોય તો નિઃસ્વાર્થ ભાવે ફેલાવીએ,
લોકો નઈ તો કંઈ નઈ ઉપરવાળો તો અવિરત હરખાશે.
કઠોર પરિસ્થિતિ હોય તો, કેમ સૌ ને સંભળાવીએ?
રાખ હિંમત થોડી આ જીવન હસતા મોઢે જીવી જવાશે.
અણધાર્યા પરિણામ મળતા હોય તો ચિંતા શેની?
સઁયમ રાખવાનો અને આગળ વધવાનું, આ જીવનના પ્રવાશે.
આત્મબળ ને આત્મજ્ઞાન હોય તો કોઈ થી આશ કેમની?
સિદ્ધિ મેળવશો તમે, અને નામ લખાવશે લોકો ઈતિહાશે.
જાણીતા બની ફરી અંજાન કેમ બનવું?
હરિયાળુ બાગ બની વેરાન કેમ બનવું?
છૂટવા માટે જ મુલાકાતો થાય છે અહીં,
તો આ વાત સાંભળી હેરાન કેમ બનવું?
જન્મજાત માલિકીનું નથી અહીં કંઈ પણ,
તો હક જતાવતા, હેવાન કેમ બનવું?
એક હાથે પ્રેમની નદી પાર કરવાની હીંમત જોઈએ,
આ વાત ના સ્વીકારતા શેતાન કેમ બનવું?
અને અંજાન બની કુદી પણ ગયા જો જીવન માં,
તો દગાબાજી ના પુર સમયે બેભાન કેમ બનવું?
આગ લગાવવી હોય તો પ્રકાશ આપવા પ્રગટી જુઓ,
કોઈના જીવનમાં આગ ફેલાવતા તોફાન કેમ બનવું?
જેમ કાદવ માં કમળ ખીલે તેમ,
મુસીબતો માં હસતા શીખવું એ જીંદગી.
જેમ પથ્થર ઘસાઈને હીરો બને તેમ,
કઠિન સમય માં થી પસાર થઈ અનોખું વ્યક્તિત્વ બનાવું એ જિંદગી.
જેમ કરોળિયો જાળ બનાવે તેમ,
સફળતા માટે ઝઝૂમવું એ જિંદગી.
જેમ પાનખર પછી વસંત ખીલે તેમ,
ખરાબ સમય ભૂલી આગળ વધતા શીખવું એ જિંદગી.
જેમ રંગો ચિત્ર ને નિખારે છે તેમ,
બીજાના જીવન માં ખુશીઓ લાવવી એ જિંદગી.
મન ની ઈચ્છાઓ માળીએ ચડી જાય છે,
જીવન માં જ્યારે મજબૂરીઓ નડી જાય છે.
પરિસ્થિતિ ભલે ને કોઈ પણ હોય,
પણ મક્કમ મન નો માનવી લડી જાય છે.
જે મંજિલ આપણી નથી, એ બાજુ જોવું શું કામ?
કામ આપણા પડતા મૂકી, બેહદ ઈર્ષ્યાવુ શું કામ?
આપણી પાસે છે એ પણ કોઈકથી ડોઢું ને સવાયું જ છે,
તો બીજાના જીવન માં આમ ઝાંખવું શું કામ?
Comments
Post a Comment